જાેરાવરનગરમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસનાં સંચાલકે પોતાના જ ક્લાસિસમાં યુવતી સાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સંચાલક અને ક્લાસ લેવા આવતી યુવતી બંનેએ ક્લાસીસમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટુકાવ્યું છે.
યુવતી અને સંચાલક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આપઘાતના સમાચાર થોડીવારમાં જ સમગ્ર વિસ્તારમાં વહેતા થઈ ગયા હતા. જેને પગલે ટ્યુશન ક્લાસીસ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી રતનપરની રહેવાસી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે લાશને પી એમ માટે મોકલી મોતનું સાચુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments