જાેશીમઠની જેમ આ વિસ્તારોમાં ભૂસ્ખલન, ISRO એ બહાર પાડી યાદી? જાણો

ઉત્તરાખંડના જાેશીમઠના સમચાાર હજુ તો જૂના થયા નથી ત્યાં વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ૈંજીઇર્ં એ ભૂસ્ખલન એટલસ બહાર પાડ્યો છે. આ ડેટાબેસ હિમાલય અને પશ્ચિમી ઘાટમાં ભારતના ૧૭ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભૂસ્ખલન સંવેદનશીલ વિસ્તારોને સામેલ કરે છે. ઈસરો દ્વારા ભૂસ્ખલન પર કરાયેલા જાેખમ અભ્યાસ મુજબ ઉત્તરાખંડના ૨ જિલ્લા દેશના ૧૪૭ સંવેદનશીલ જિલ્લાઓમાં ટોપ પર છે. આ સર્વે મુજબ રુદ્રપ્રયાગ અને ટિહલી ગઢવાલ ફક્ત ઉત્તરાખંડમાં જ નહીં પરંતુ સંપૂર્ણ ભારતમાં ભૂસ્ખલન જાેખમવાળા ટોપ જિલ્લા છે. અત્રે જણાવવાનું કે રુદ્રપ્રયાગ જિલ્લા કેદારનાથ અને બદ્રીનાથના ચારધામ તીર્થોનું પ્રવેશદ્વાર છે. ભૂસ્ખલન જાેખમ વિશ્લેષણ પહાડી વિસ્તારોમાં કરાયું હતું.
ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લો જ્યાં ભરાતમાં સૌથી વધુ ભૂસ્ખલન ધનત્વ છે ત્યાં કુલ વસ્તી, કામકાજી વસ્તી, સાક્ષરતા અને ઘરોની સંખ્યા સૌથી વધુ છે. નોંધનીય છે કે દેશના જે ટોપના ૧૦ જિલ્લા ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત છે તેમાંથી ૨ જિલ્લા સિક્કિમના પણ છે- દક્ષિણ અને ઉત્તર સિક્કિમ. આ સાથે જ બે જિલ્લા જમ્મુ અને કાશ્મીર તથા ૪ જિલ્લા કેરળના છે. સર્વે દરમિયાન ૧૪૭ અત્યંત સંવેદનશીલ જિલ્લાઓનો સભ્યાસ કરવામાં આવ્યો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન સાથે સંકળાયેલી પ્રીમીયર સંસ્થાને ખુલાસો કર્યો છે કે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને ટિહરી ગઢવાલ જિલ્લાઓમાં દેશમાં સૌથી વધુ ભૂસ્ખલન ધનત્વ છે આ સાથે જ પશ્ચિમી હિમાલય ક્ષેત્ર ભૂસ્ખેલન મુદ્દે સૌથી વધુ સંવેદનશીલ છે.
૧૭ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના ૧૪૭ જિલ્લાઓમાં ૧૯૮૮ અને ૨૦૨૨ વચ્ચે નોંધાયેલા ૮૦૯૩૩ ભૂસ્ખલનના આધારે એનઆરએસસીના વૈજ્ઞાનિકોએ ભારતના ભૂસ્ખલન એટલસના નિર્માણ માટે જાેખમ મૂલ્યાંકન કર્યું. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં ઉત્તરાખંડ સરકાર માટે જાેશીમઠ હજુ પણ એક મોટા પડકાર જેવું છે. જાેશીમઠ સહિત ઉત્તરાખંડના અલગ અલગ વિસ્તારોમાં જમીન ખસકી જવાના અનેક મામલા સામે આવી ચૂક્યા છે. તેની શરૂઆત જાેશીમઠથી થઈ હતી. ત્યારબાદ કર્ણપ્રયાગમાં પણ આ પ્રકારની ઘટનાઓ જાેવા મળી હતી. હાલમાં જ બદ્રીનાથ હાઈવે પાસે સ્થિત ૈં્ૈં ક્ષેત્રના બહુગુણા નગર અને સબ્જી મંડીના ઉપરના ભાગોમાં પણ તિરાડોની વાત સામે આવી હતી.
ત્યારબાદ એક ટીમ નિરીક્ષણ માટે પહોંચી હતી. જેણે ૨૫ ઘરોમાં મોટી મોટી તિરાડો જાેઈ. જેમાંથી ૮ ઘરોને ખુબ જ જાેખમી જાહેર કરાયા હતાં જેમાં રહેતા લોકો પાસે મકાન ખાલી કરાવાયા હતા. જાેશીમઠમાં જમીન ધસવાની અને મકાનની દીવાલો બેસી જવાની ઘટનાઓ બાદ જાેશીમઠ-બદ્રીનાથ હાઈવે પર તિરાડો જાેવા મળી છે. હાઈવેના પાંચ સ્થાનો પર આ તિરાડો જાેવા મળી. નવી તિરાડો જાેયા બાદ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (મ્ઇર્ં) એ તેની સૂચના બહાર પાડી છે. તિરાડોવાળી જગ્યાઓ પર મ્ઇર્ં ની ટીમે રેગ્યુલર મેન્ટેનન્સ કર્યું છે.
જાેશીમઠ એસડીએમ કુમકુમ જાેશીએ જણાવ્યું કે તિરાડો ગત વર્ષે પણ જાેવા મળી હતી અને અમે મરામતનું કામ કર્યું હતું. ખાડા ૫ મીટર ઊંડા હતા. જેને ભરી દેવાયા. તિરાડોની તપાસ માટે સર્વેક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. આમાં ચાર ધામ યાત્રા પહેલા મોટો પડકાર?.. તે જાણો… ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થવાના આરે છે ત્યારે સરકાર માટે આ મોટો પડકાર બની રહ્યો છે. આવા સમયે ભૂસ્ખલનના આ પ્રકારના આંકડા સામે આવવા એ સરકારની ચિંતા વધારશે. ચારધામ યાત્રા કરનારા લોકો માટે રુદ્રપ્રયાગ જિલ્લો આમ પણ એક મહત્વની કડી છે.
Recent Comments