જાેહાનિસબર્ગમાં બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા ૬૩ લોકો જીવતા બળી ગયા

દક્ષિણ આફ્રિકાની રાજધાની જાેહાનિસબર્ગમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીના શહેરી વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘઆગનીટનામાં અત્યાર સુધીમાં ૬૩ લોકોના મોત થયા છે જ્યારે ૪૦થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. જાેહાનિસબર્ગ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસના પ્રવક્તા બર્ટ મુલાઉદજીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૬૩ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં ૪૩ લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં એક બાળકનું મોત થયું છે. બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે. હાલ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી તેમાં લગભગ ૨૦૦ લોકો રહેતા હતા.
Recent Comments