fbpx
રાષ્ટ્રીય

જાેહાનિસબર્ગમાં PM મોદીના આગમન પર ભારત માતાનો જયકારો થયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી બ્રિક્સ સમિટમાં (મ્ઇૈંઝ્રજી જીેદ્બદ્બૈં) ભાગ લેવા માટે મંગળવારે ત્રણ દિવસની મુલાકાતે દક્ષિણ આફ્રિકાના જાેહાનિસબર્ગ પહોંચ્યા છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિએ પીએમનું સ્વાગત કર્યું છે. પીએમના સ્વાગત માટે ભારતીય સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. તેઓ ડ્રમ અને અન્ય સંગીતનાં સાધનો સાથે જાેહાનિસબર્ગની સેન્ડટન સન હોટેલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન હોટલમાં હાજર ભારતીય મૂળની એક મહિલાએ કહ્યું કે, વડાપ્રધાનની વચ્ચે હોવું સન્માનની વાત છે. તે એક અદ્ભુત વ્યક્તિ અને મારો હીરો છે. લોકોએ ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા.

૨૨ થી ૨૪ ઓગસ્ટ દરમિયાન જાેહાનિસબર્ગમાં મ્ઇૈંઝ્રજી સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. તે વિશ્વની અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. પીએમ મોદી આજે સાંજે બિઝનેસ ફોરમના નેતાઓ સાથે વાતચીત કરશે. જાેહાનિસબર્ગની બ્રિક્સ સમિટ કૂટનીતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઁસ્ મોદી ૨૪ ઓગસ્ટે આફ્રિકન દેશોની વિશેષ બેઠકમાં પણ ભાગ લેશે. આ બેઠકમાં લગભગ ૪૦ મોટા અને નાના આફ્રિકન દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લે તેવી શક્યતા છે. સમિટ પહેલા દક્ષિણ આફ્રિકાએ ભારત સાથે સૂર મેળવ્યા છે, એટલે કે દક્ષિણ આફ્રિકા હવે ભારતની લાઈન પર ચાલશે. રાષ્ટ્રપતિ રામાફોસાએ સ્પષ્ટ કર્યું છે કે દક્ષિણ આફ્રિકા કોઈપણ જૂથમાં જાેડાશે નહીં. તેમના નિવેદનથી ચીનના પ્રયાસોને ફટકો પડ્યો છે. ચીન બ્રિક્સને પશ્ચિમ વિરોધી બ્લોક બનાવવા માંગે છે.

Follow Me:

Related Posts