કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે નાગપુરમાં નોકરશાહી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર તમારા (નોકરશાહો) મુજબ કામ કરશે નહિ, તમે મંત્રીઓ અનુસાર કામ કરશો. ગડકરીએ કહ્યું, ‘પ્રધાનોને કાયદો તોડવાનો અધિકાર છે, અધિકારીઓએ માત્ર યસ સર કહેવાનુ.’ નાગપુરમાં મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સના એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી.
કાર્યક્રમમાં ગડકરીએ કહ્યુ, ‘હું હંમેશા અધિકારીઓને કહુ છુ કે સરકાર તમારા કહેવા પ્રમાણે નહિ ચાલે, તમારે ફક્ત ‘જી સર’ કહેવાનું છે. અમે (મંત્રીઓ) જે કહી રહ્યા છીએ તેનો તમારે અમલ કરવો પડશે. સરકાર અમારા હિસાબે ચાલશે. તેમણે સ્પષ્ટ કહ્યુ કે કાયદો ગરીબોના કામમાં અડચણ ન બનવો જાેઈએ. સરકારને કાયદાને તોડવાનો અથવા બાજુએ મૂકી દેવાનો અધિકાર છે. આવુ મહાત્મા ગાંધી કહેતા હતા. નોકરિયાતોના કહેવા પ્રમાણે સરકાર ન ચાલવી જાેઈએ. તેમણે કહ્યુ કે ગાંધીજી પણ કહેતા હતા કે જાે કાયદા ગરીબોના વિકાસના માર્ગને રોકે છે તો તેને તોડી નાખવા જાેઈએ.
Recent Comments