fbpx
રાષ્ટ્રીય

જાે બાઈડનની ૯ વર્ષ જૂની ઈચ્છા આજે પૂરી થઈ : PM મોદી

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. જ્યાં પહોચતા જ પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ જે બાદ ગઈ કાલે પીએમ રાષ્ટ્રપતિ જાે બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન સાથે સ્ટેટ ડિનર કરવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં પણ પીએમનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. સ્ટેટ ડિનર દરમિયાનના આ ભવ્ય કાર્યક્રમ અને આગતા સ્વાગતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના વડાપ્રધાન જાે બાઈડનનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે જીલ બિડેનનો પણ આભાર માન્યો હતો. પીએમ મોદીએ આ મુલાકાત દરમિયાન જાે બાઈડનને કહ્યું હતુ કે તમે મારા માટે તમારા ઘરના દરવાજા ખોલ્યા. દશકો પહેલા વ્હાઈટ હાઉસને માત્ર બહારથી જાેયુ હતુ, જ્યારે આજે મારુ આટલું ભવ્ય સ્વાગત જે મારા માટે બધા સમ્માનથી ઉપર છે. તમારી મિત્રતા અને ઉષ્માભર્યા સ્વાગત માટે પણ હું તમારો આભાર માનું છું.

તે જ સમયે, બાઈડને કહ્યું કે આજે મેં અને જીલે પીએમ મોદી સાથે ખૂબ જ સારો સમય વીતીવ્યો છે. ત્યારે આજની રાતે અમે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતાની ઉજવણી કરીશું. આ સાથે બાઈડનની ૯ વર્ષ જૂની ઈચ્છા આજે પુરી થઈ હતી હોવાનું ભારતીય પીએમએ કહ્યુ હતુ ત્યારે શું હતી તે ઈચ્છા ચાલો જાણીએ. શું હતી બાઈડનની ૯ વર્ષ જૂની ઈચ્છા?.. તે જાણો.. જાે બાઈડન અને પીએમ મોદી બન્ને સાથે છે ત્યારે ગઈકાલે રાતે પીએમ મોદીને વ્હાઈટ હાઉસમાં ડિનર કરવા આમંત્રિત કર્યા હતા, આ સ્ટેટ ડિનર દ્વારા જાે બિડેનની ૯ વર્ષ જૂની ઈચ્છા પણ પૂરી થઈ હતી. હકીકતમાં, ૨૦૧૪માં તેમના માટે ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો, જ્યારે યોગાનુયોગ પીએમ મોદીએ ૯ દિવસના નવરાત્રિ ઉપવાસ કર્યા હતા. પછી જાે બાઈડન તેમને વારંવાર પૂછ્યુ હતુ કે શું તે કંઈ ખાશે નહીં? બાઈડન પણ આ અંગે ખૂબ ચિંતિત હતા.

પીએમ મોદીએ કહ્યું, મને લાગે છે કે તે સમયે મને પ્રેમથી ખવડાવવાની તમારી ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. પીએમ મોદીએ સ્ટેટ ડિનર દરમિયાન કહ્યું હતું કે ભારતીય મૂલ્યો, ભારતની લોકતાંત્રિક પરંપરાઓથી ભરપૂર ભારતીય અમેરિકન લોકો અમેરિકામાં લાંબી મજલ કાપ્યા છે. આ લોકોને અમેરિકામાં હંમેશા સન્માન મળ્યું છે. તે જ સમયે, અમેરિકન સમાવિષ્ટ સમાજ અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં ભારતીય મૂલ્યોના લોકોનું મહત્વનું યોગદાન છે. પીએમ મોદીએ કહ્યું કે લગભગ એક દાયકા પહેલા જ્યારે બાઈડન ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે પીએમ મોદી પહેલીવાર તેમને મળ્યા હતા અને આજે પણ તેમનામાં એ જ પ્રતિબદ્ધતા અને ઊંડાઈ જાેવા મળી રહી છે. બાઈડન બોલવામાં સરળ છે પરંતુ તેની ક્રિયાઓ મજબૂત છે. જીલ બાઈડને તેની સફરમાં ઘણું યોગદાન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, દરેક વીતતા દિવસ સાથે ભારત અમેરિકાની નજીક આવી રહ્યું છે. ભારતમાં બાળકો હેલોવીન પર સ્પાઈડરમેન બને છે, જ્યારે અમેરિકાના યુવાનો નાટો-નાટો પર ડાન્સ કરે છે.

Follow Me:

Related Posts