fbpx
રાષ્ટ્રીય

જાે ભાજપ સાથે હોત તો આજે હું સીએમ બની ગયો હતોકોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવવી મારી સૌથી મોટી ભૂલઃ કુમારસ્વામી

કોંગ્રેસે બરબાદ કરી દીધો, ભાજપ સાથે સબંધ બગાડવાનો કુમારસ્વામીને અફસોસ
કુમારસ્વામીની આંખોમાં આંસૂ કોઈ નવી વાત નથીઃ કોંગ્રેસનો પલટવાર

જનતાદળ (સેકુલર)ના નેતા એચ.ડી.કુમારસ્વામીએ કોંગ્રેસ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર ખૂબ પ્રહારો કર્યા છે. એચ.ડી.કુમારસ્વામી એ કહ્યું કે કર્ણાટકમાં સરકાર બનાવા માટે કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને તેમણે સૌથી મોટી ભૂલ કરી હતી. અમારી પાર્ટી જનતા દળ (સેકુલર) દ્વારા કોંગ્રેસને સાથ આપતા અમે જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું કે તેઓ કોંગ્રેસની ‘જાળ’માં ફસાઇ ગયા હતા અને સિદ્ધારમૈયા નું ષડયંત્ર સમજી શકયા નહોતા. તેમણે સિદ્ધારમૈયાને ભાજપ સાથે મોટી છેતરપિંડી કરી.
કુમારસ્વામીના આરોપને કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એ જવાબ આપતા કહ્યું કે કુમારસ્વામી જુઠ્ઠું બોલવામાં માહેર છે. આંસું વહાવા તેમના પરિવારની જૂની આદત છે.
કુમારસ્વામીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું ક હું મુખ્યમંત્રી તરીકે ૨૦૦૬-૦૭માં રાજ્યની પ્રજાનો જે વિશ્વાસ પ્રાપ્ત કર્યો અને તેણે ૧૨ વર્ષ સુધી તક યથાવત રખી હતી. તે કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને ગુમાવી દીધું.
કુમારસ્વામીએ આગળ કહ્યું કે અમેકોંગ્રેસ સાથે કયારેય હાથ મળ્યો નહીં. કારણ કે કોંગ્રેસ જનતા દળને ભાજપની ‘મ્’ ટીમ ગણાવીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમે જાે ભાજપ સાથે ગઠબંધન કર્યું હોત તો હું આજે મુખ્યમંત્રી હોત. પરંતુ તેમની પર્ટીના અધ્યક્ષ એચડી.દેવગૌડાની સલાહ પર ગઠબંધન સરકાર બનાવા માટે રાજી થયા હતા. તેમણે વધુમાં કહ્યું કે મારી પાર્ટીને પોતાની મજબૂતી ગુમાવી તેનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. હું દેવગૌડાની ભાવનાઓના લીધે જાળમાં ફસાઇ ગયો હતો.
જાે કે કુમારસ્વામીએ સ્પષ્તા કરી કે દેવગૌડાને તેમનાથી કોઇ દ્વેષ નહોતો કારણ કે તેઓ ધર્મનિરપેક્ષ ઓળખના પ્રત્યે પોતાના પિતાની પ્રતિક્રિયાને સમજે છે અને તેનું સમ્માન કરે છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જ્યારે કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી તો એકબીજાની વિરૂદ્ધ ચૂંટણી લડનાર કોંગ્રેસ અને જનતા દળ એ મળીને સરકાર બનાવી હતી અને કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. બંને પાર્ટીઓએ ગયા વર્ષે ૨૦૧૯મા મળીને લોકસભા ચૂંટણી, ત્યારબાદ ગઠબંધનમાં આંતરિક મતભેદ પેદા થઇ ગયો અને કેટલાંક ધારાસભ્યોની બગાવતના લીધે ગઠબંધ સરકાર પડી ગઇ.

Follow Me:

Related Posts