fbpx
રાષ્ટ્રીય

જાે મને તક મળશે તો હું કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગુ છું, આ પદ મુખ્યમંત્રી કરતા ૧૦૦ ગણું મોટું છે : સીએમ અશોક ગેહલોત

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સ્થિતિ એવી બની ગઈ કે હું કોંગ્રેસ અધ્યક્ષ બની શક્યો નહીં. તે મુખ્યમંત્રી કરતાં ૧૦૦ ગણું મોટું પદ છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસમાં હાઈકમાન્ડ જ લોકોને મુખ્યમંત્રી અને મંત્રી બનાવે છે. પરંતુ આ બધી ભવિષ્યની બાબતો છે. અશોક ગેહલોતે ફરી પુનરોચ્ચાર કર્યો કે, મેં સચિન પાયલટને કેન્દ્રીય મંત્રી બનાવવામાં સહકાર આપ્યો હતો. રાજસ્થાનમાં સીએમ ચહેરા માટે ભાજપમાં ચહેરાના અભાવના પ્રશ્ન પર, સીએમએ કહ્યું- અમારી માટે મોટી સમસ્યા એ છે કે કોઈ ચહેરો નથી. કોના પર હુમલો કરવો? ભાજપ પાસે ચહેરો પણ નથી. આપણે આપણો અભિગમ બદલવો પડશે. પરંતુ મને લાગે છે કે જનતા આ વખતે અમને બીજી તક આપવાના મૂડમાં છે.

સીએમ ગેહલોતે કહ્યું- કોંગ્રેસ હાઈકમાન્ડ જ સીએમ અને મંત્રી બનાવે છે. સચિન પાયલટના સવાલ પર ગેહલોતે કહ્યું- જ્યારે સચિન કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારે મેં સહકાર આપ્યો હતો. અમે રાજસ્થાનમાં લોકસભાની ૨૦ બેઠકો જીતી હતી. જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે મેં સચિન પાયલટનું નામ સૂચવ્યું હતું. કારણ કે પાયલોટ ગુર્જર સમુદાયમાંથી છે અને ત્યારબાદ વસુંધરા સરકારમાં આંદોલનકારી ગુર્જરોને ગોળી મારી દેવામાં આવી હતી. તે સમયે ગુર્જર અને મીના સમાજ વચ્ચે તણાવ હતો. કોંગ્રેસમાં હાઈકમાન્ડ જ લોકોને મુખ્યમંત્રી અને મંત્રી બનાવે છે. આ અમારી પાર્ટીની શિસ્ત છે અને આ બધી ભવિષ્યની બાબતો છે.એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં સીએમ ગેહલોતે કહ્યું કે, એ ખોટી માન્યતા છે કે હું મુખ્યમંત્રી જ રહેવા માંગતો હતો, તેથી જ મેં હોદ્દો છોડ્યો નથી અને કોંગ્રેસ અધ્યક્ષ નથી બન્યો. સોનિયા ગાંધી જાણે છે કે સત્ય શું છે. હું આ મામલે વધુ આગળ જવા માંગતો નથી. અમે બધા સાથે મળીને ચૂંટણી લડવા માંગીએ છીએ. જાે કે હું કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગુ છું.

Follow Me:

Related Posts