fbpx
રાષ્ટ્રીય

જાે સરકારે પોતાનુ કામ કર્યુ હોત તો વિદેશી સહાય ના માંગવી પડત -રાહુલ ગાંધી



ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે અને ભારતને ઇમરજન્સી મેડિકલ સપ્લાય મોકલી રહ્યા છે. બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્‌સે મે મહિનાની શરૂઆતમાં વેન્ટિલેટર, દવાઓ અને ઓક્સિજન ભારતમાં પહોંચાડ્યા હતરવિવાર સુધીમાં, ૩૦૦ ટન રાહત પુરવઠો ૨૫ વિમાન દ્વારા દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યો હતો. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ વિદેશથી ભારતને મળેલી મદદને લઈને સરકાર પર એકવાર ફરી કટાક્ષ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે ટિ્‌વટ કર્યું હતું કે, ‘વિદેશી સહાય મેળવ્યા પર ભારત સરકાર દ્વારા વારંવાર છાતી ઠોકવી દુઃખદ છે. જાે ભારત સરકારે તેનું કામ કર્યું હોત, તો આ થયું જ ન હોત.’


કોંગ્રેસે ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે વિવિધ દેશોમાંથી ભારતને મળેલી રાહત સામગ્રીથી સંબંધિત માહિતી જાહેર કરવામાં આવે. બ્રિટન, અમેરિકા ઉપરાંત ફ્રાન્સ પણ ભારતને રોગચાળાથી બહાર નિકળવા મદદ કરવા આગળ આવ્યું છે. ગયા રવિવારે, ફ્રાંસે ૮ મોટા ઓક્સિજન પ્લાન્ટ્‌સ સહિત ૨૮ ટન તબીબી પુરવઠો પહોંચાડ્યો છે. ફ્રાન્સનાં વિશેષ કાર્ગો વિમાન દ્વારા ભારતને ૧૭ કરોડ રૂપિયાથી વધુની સહાય મોકલવામાં આવી છે. જાેકે, વિદેશોથી મળી રહેલી મદદને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સપ્લાઈ ન હોવાના કારણે ભારત સરકાર પર સવાલ ઉભા થયા છે, તેમ છતાં સરકારનું કહેવું છે કે, તે વિદેશોથી મળી રહેલી મદદને યોગ્ય સમય પર સપ્લાઇ કરવા માટે રાત-દિવસ કામ કરી રહ્યું છે.


કોરોનાવાયરસનાં નવા કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે. રાજ્ય સરકારોએ કોરોનાને નિયંત્રિત કરવા માટે લોકડાઉન સહિતનાં લોકડાઉન લાગુ કરવાનુ શરૂ કરી દીધુ છે. જાે કે, તે વધારે અસર કરે તેવું લાગતું નથી. સોમવારે, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૩.૬૬ લાખ નવા કેસ નોંધાયા હતા અને ૩૭૫૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તાજેતરનાં સમયમાં આવેલા ડેટાની તુલનામાં, આજે ઘણા ઓછા કેસ નોંધાયા છે.

Follow Me:

Related Posts