જિંદગી ગણીને નહિ માણીને જીવો, નહીંતર ડિપ્રેશનમાં સરી પડી શકો છો, આટલું કરો
માણસ આજે ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. આજની જિંદગી જુદી ફાસ્ટ બની ગઈ છે. લોકોને પોતાના વિશે વિચારવાનો સમય જ નથી રહ્યો જ્યારે માણસ મોટો થાય છે ત્યારે ભણવાનું ટેન્શન, ભણ્યા બાદ નોકરી નું ટેન્શન, નોકરી મળ્યા બાદ ઘરની જવાબદારી, ઘરસંસારમાં પડ્યા બાદ પત્ની બાળકો અને નવા મોંઘવારીના ખર્ચાઓ, સવારમાં ઉઠતા જ કામને ધ્યાનમા રાખી સતત વિચાર કરવો, ઘરે આવ્યા બાદ ઘરની ચિંતા કરવી, સવારે 10થી 7 ઓફિસ, સાંજે થોડો સમય માટે વ્યક્તિ ઘર પરિવાર સાથે સમય વિતાવે છે પરંતુ તેમાં પણ આગામી સમયમાં શું કરવું તો મારું સપનું પૂર્ણ થશે તેના વિચારોમાં ખોવાયેલ વ્યક્તિ હંમેશાં ખોવાયેલો જ રહે છે અને નાની નાની ખુશીઓ માં પણ હસતો ચહેરો જોવા નથી મળતો.
આ તમામ બાબતોથી અળગા રહીને એક એક પળને હસીના માણવી જોઈએ. સતત હસતા રહો, દરેક વ્યક્તિ ને બોલાવતા રહો તેમના સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર બનો, ઓછા પૈસામાં પણ નાના સપનાઓ જીવી લો,પૂરતી ઊંઘ લો, રેગ્યુલર નિયમિત જમી લો, સવારમાં અડધો કલાક પ્રાણાયામ, યોગા અને કસરત કરો, બહારના તમામ જનક ફૂડને હાથ ના લગાવો, કેમ કે, હેલ્થ પોઝિટિવ લાઇફ માટે જરૂરી છે. નેગેટિવ વિચારોને તમારા સુધી પહોંચવા ના દો તમને જે કામ પસંદ ના હોય તેને છોડી દો અને જે પસંદ છે એ પહેલા કરો
Recent Comments