‘જિંદગી ના મિલેગી દોબારા’ના ૧૦ વર્ષ પુરા, ફિલ્મના કલાકારોએ શેર કરી યાદો
બરાબર દસ વર્ષ પહેલા, એટલે કે ૧૫ જુલાઈ ૨૦૧૧ માં એક ફિલ્મ આવી હતી. જેણે યુવાનો પર એટલી અસર છોડી કે આજે પણ આ ફિલ્મ એ જ રસ સાથે જાેવામાં આવે છે. એ ફિલ્મનું નામ છે, ‘જિંદગી ના મિલેગી દોબારા’ મનોરંજન સાથે ફિલ્મ જીવન જીવવાની ઘણી વસ્તુઓ શીખવી ગઈ. ત્રણ મિત્રોના જીવન પર આધારિત આ ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી. એટલું જ નહીં ફિલ્મને અનેક એવોર્ડ પણ મળ્યા. આ ફિલ્મના દસ વર્ષને ફિલ્મ સાથે સંકળાયેલ લોકોએ મજેદાર રીતે ઉજવ્યા છે. દર્શકોને ફિલ્મના કલાકાર અને નિર્માતાઓ સાથે જૂના દિવસો યાદ કરવાનો ચાન્સ મળ્યો છે.
હૃતિક રોશન, ફરહાન અખ્તર, અભય દેઓલ, કેટરિના કૈફ, ઝોયા અખ્તર, રીમા કાગતી અને રીતેશ સિધવાણીની સાથે વીર દાસ દ્વારા હોસ્ટ કરાયેલ, ટેબલ રીડમાં આ ફિલ્મ વિશે વાત થઇ. આ યાદગાર ફિલ્મની સ્ક્રિપ્ટમાંથી કેટલાક ખૂબ જ ફેમસ દ્રશ્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
ત્રણ મિત્રોની સાથે એક બેચલર ટ્રીપ જીવન માટે યાદગાર બની જાય છે. આ સાથે તેમના ડરને દૂર કરવાની યોજનાવાળી આ ટ્રીપ તેમના જીવનપરિવર્તનની સફર બની જાય છે. આ ફિલ્મની ટ્રીપ એટલી આઇકોનિક છે કે મોતાભાગના યુવાનો આવી જ ટ્રીપ ઈચ્છાતા થઇ ગયા. આ એક એવી વાર્તા છે જેને ઉસ્તાદ મહિલાઓ ઝોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા લખવામાં આવી હતી. ‘જિંદગી ના મિલેગી દોબારા’ને આટલા વર્ષ પ્રેક્ષકો તરફથી અસાધારણ પ્રેમ મળ્યો છે. આ ફિલ્મને માત્ર દર્શકો જ નહીં પરંતુ વિવેચકો તરફથી વખાણવામાં આવી. ફિલ્મની દસ વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરવા સમગ્ર ટીમ વચ્ર્યુઅલ રીતે ભેગી થઈ ગઈ હતી.
સ્પેનમાં મિત્રો સાથેની એક રોડ ટ્રિપ આ ફિલ્મમાં ઝોયા અને રીમાની દ્રષ્ટિએ પ્રેક્ષકોને એક અનોખી અને શ્રેષ્ઠ, સાહસિક ફિલ્મ આપી છે. તેમના મતે આ ફિલ્મ લોકો સાથે કનેક્ટ કરે છે. આ ફિલ્મ હંમેશા તાજી જ રહેશે.
Recent Comments