અમરેલી

જિજ્ઞાસા આયુષ – જીજ્ઞાસા અમરેલી કાર્યકર્તાઓ દ્વારા અમરેલી જીલ્લાના ચિત્તલ ગામની પંચાયત ખાતે નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન 

જિજ્ઞાસા આયુષ – જીજ્ઞાસા અમરેલી કાર્યકર્તાઓ દ્વારા અમરેલી જીલ્લાના ચિત્તલ ગામની પંચાયત ખાતે નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન સુરેશભાઈ પાથર (સરપંચશ્રી-ચિત્તલ)નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
લોકોને સારવાર સાથે ફ્રી હેલ્થ ચેકઅપ સુવિધા આપવામાં આવી હતી.
જીજ્ઞાસા-અમરેલી આયુષ મંત્રાલયના પ્રયાસની પ્રશંસા કરે છે અને આભાર વ્યક્ત કરે છે. આયુર્વેદિક અધિકારી ડૉ દીપકભાઈ ચાવડા અને હોમિયોપેથીક અધિકારી ડૉ હિમાંશુભાઈ વાજા અને સાથે આયુર્વેદ, હોમિયોપેથી કાર્યકર્તાઓના UG વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં આયુશભાઈ જોશી, સાગરભાઈ નકુમ અને મનીષભાઈ જીંજાળા,અમિતભાઈ સાગર તથા ધ્રુવભાઈ ગોહિલ હાજર રહ્યા હતા.

Related Posts