બોલીવુડના ફેમસ ડાયરેક્ટર અને મીટૂ આરોપી સાજિદ ખાન હાલ ‘બિગ બોસ ૧૬’માં જાેવા મળી રહ્યો છે. શૉમાં તેની એન્ટ્રી બાદથી જ લોકોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. સોના મહાપાત્રા અને મંદાના કરીમી સહિત ઘણા ફિલ્મી સ્ટાર્સે સાજિદ ખાનના બિગ બોસ ૧૬માં સામેલ થવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેવામાં હવે જિયા ખાનની બહેન કરિશ્માએ પણ સાજિદ ખાનની હરકતો પર નિવેદન આપ્યું છે. તેણે પોતાની ડોક્યુમેન્ટ્રી દ્વારા તે તમામ ખરાબ અનુભવોનો ખુલાસો કર્યો છે, જે જિયા ખાને ફિલ્મી દુનિયામાં રહેતા મહેસૂસ કર્યા હતા.
હકીકતમાં જિયા ખાનની બહેન કરિશ્માએ બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ડેથ ઇન બોલીવુડ’માં સાજિદ ખાન સાથે જાેડાયેલી અનેક વાતોનો ખુલાસો કર્યો હતો. કરિશ્માએ સાજિદ ખાન દ્વારા જિયા ખાન સાથે કરવામાં આવેલી ગંદી હરકતો વિશે વાત કરી. કરિશ્માએ આ મામલે કહ્યું, ફિલ્મ માટે રિહર્સલ ચાલી રહી હતી અને જિયા પોતાની સ્ક્રીપ્ટ વાંચી રહી હતી. આ વચ્ચે જ સાજિદ ખાને જિયાને બ્રા અને ટૉપ ઉતારવા કહ્યું. જિયા તે વાતથી અજાણ હતી કે તેણે શું કરવાનું છે, તેવામાં તેણે સાજિદને જવાબ આપ્યો કે હજુ તો ફિલ્મનું શુટિંગ પણ શરૂ નથી થયું તેમ છતાં આ બધુ થઇ રહ્યું છે. આ ઘટના બાદ તે ઘરે આવીને ધ્રુસકે ને ધ્રુસકે રહી હતી.
Recent Comments