fbpx
રાષ્ટ્રીય

જિયો મોબાઇલનો ટાવર તોડ-ફોડ મુદ્દે કંપનીની હાઇકોર્ટમાં અરજી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે અમારે કોઈ લેવા દેવા નથીઃ રિલાયન્સની સ્પષ્ટતા

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ આંદોલન વચ્ચે રિલાયન્સ જિયોના મોબાઈલ ટાવરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. જેમાં રિલાયન્સ અને અદાણીના પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.પરિણામે પંજાબમાં રિલાયન્સ જિયોના ૧૫૦૦થી વધુ ટાવર તોડવામાં આવ્યા છે. જેની પર હવે કંપની તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે કોઈ લેવા દેવા નથી. રિલાયન્સ હવે ટાવર તોડફોડના કેસમાં હાઇકોર્ટમાં ગઇ છે. કંપનીએ પોતાની સંપત્તિ અને સુવિધાઓની સુરક્ષા માટે સરકારી હસ્તક્ષેપની માંગ કરતા હાઇકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ, રિલાયન્સ રિટેલ લિમીટેડ, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમીટેડ અને રિલાયન્સ સાથએ જાેડાયેલી કોઈ પણ અન્ય કંપની ન તો કોર્પોરેટ અથવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે અને ન તો કરાવે છે. અને ન તો ભવિષ્યમાં આ બિઝનેસમાં ઉતરવાની કંપનીની કોઈ યોજના છે.
‘કોર્પોરેટ’ અથવા‘કોન્ટ્રાક્ટ’ ખેતી માટે રિલાયન્સ અથવા રિલાયન્સની સહાયક કોઈ પણ કંપનીને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે ખેતીની કોઈ પણ જમીન હરિયાણા/પંજાબ અથવા દેશના કોઈ અન્ય હિસ્સાને નથી ખરીદ્યો. ન તો ભવિષ્યમાં આવું કરવાની કોઈ યોજના છે.
ભારતમાં સંગઠિત રિટેલ વેપારમાં રિલાયન્સ રિટેલ એક અગ્રણી કંપની છે. આ દેશમાં અન્ય કંપનીઓ, નિર્માતા અને આપૂર્તિકર્તાઓના વિવિધ બ્રાન્ડના ખાદ્ય, અનાજ, ફળ, શાકભાજી અને દૈનિક ઉપયોગની વસ્તુઓ, દવાઓ, ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્‌સ સહિત તમામ કેટેગરીના પ્રોડક્ટને વેચે છે. જે ખેડૂતો પાસે સીધી ખરીદી નથી કરતી. ખેડૂતો પાસેથી ક્યારે ગેરવાજબી લાભ લેવા માટે કોન્ટ્રાક્ટ નથી કર્યા, અને ન તો આવું ક્યારે બનશે.

Follow Me:

Related Posts