જિલ્લાકક્ષાની ગાયન સ્પર્ધામાં ભાગ લેવા માંગતા લોકોએ ૧૮ ઓગસ્ટ સુધીમાં વિડીયો કલીપ મોકલવી
યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ”ની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ, ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડીઓ ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવીઝન તેમજ સોશીયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવે છે.
આ હેતુને સુચારુ પાર પાડવા રમત ગમત કચેરી અમરેલી દ્વારા “ગાયન(સુગમ સંગીત(૫ મિનીટ), લગ્નગીત(૭ મિનીટ), શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની)(૧૦ મિનીટ), લોકગીત/ભજન(૭ મિનીટ) સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે, જેમાં ૬ થી ૧૪ વર્ષ સુધીના, ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, ૨૧ વર્ષથી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઇ શકશે. ઉક્ત સ્પર્ધાનાં કલાકારોએ પોતાનું નામ, સરનામું મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આઈડી, સ્કૂલનું નામ અને સરનામું વગેરે બાબતનો વિડીઓ કલીપમાં ઉલ્લેખ કરવાનો રહેશે. વિડીઓ કલીપ તૈયાર કરી તા.૧૮-૮-૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમનં.૧૧૦/૧૧૧,અમરેલી ખાતે મોકલવાની રહેશે.
જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ|.૧૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ|.૭૫૦/- તેમજ તૃતીય ઇનામ વિજેતાને રૂ|. ૫૦૦/- ઇનામ આપવામાં આવશે. રાજ્યકક્ષાની ગાયન સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ|.૨૫૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ|.૧૫૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ|.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ|.૫૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. વધુ માહિતી માટે મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ યોજનાના ફેસબૂક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rK ensUaz-g પરથી મેળવવા અથવા ફોન નં.૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર કચેરીનો સંપર્ક સાધવા તેમજ કચેરીના બ્લોગસ્પોટ dsoamreli.blogspot.com નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે
Recent Comments