fbpx
અમરેલી

જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગગાંધીનગર દ્વારા દર વર્ષે જિલ્લાઝોન અને રાજ્યકક્ષાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે. આ બાળ ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૧૩ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીજિલ્લા રમત ગમત કચેરીઅમરેલી દ્વારા કરવામાં આવ્યું છે.  આ સ્પર્ધા માટે વય મર્યાદા નિયત છે તે તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ ૭ વર્ષ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ. જેમાં (૧) ” વિભાગમાં ૭ વર્ષથી ૧૦ વર્ષ સુધીના બાળકો માટે વકતૃત્વનિબંધસર્જનાત્મક કારીગીરીચિત્રકલાલગ્ન ગીતલોકવાદ્ય સંગીતએકપાત્રીય અભિનય (૨) ” ૧૦ વર્ષ થી પર અને ૧૪ વર્ષ સુધીના બાળકો માટે વકૃત્વ નિબંધસર્જનાત્મક કારીગરી ચિત્રકલાલગ્ન ગીતલોકવાદ્ય,  સંગીત,  એકપાત્રીય અભિનય (૩) ખુલ્લો વિભાગ ૭ વર્ષ થી ૧૪ વર્ષના બાળકો માટે દોહા-છંદ લોકવાર્તા,  લોકગીતભજન,  સમૂહગીતલોકનૃત્ય સહિતની સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓ / પ્રાથમિક શાળાઓએ તા.૨૫  સપ્ટેમ્બર૨૦૨૨ સુધીમાં પોતાની એન્ટ્રી (પ્રવેશ ફોર્મ) જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીજિલ્લા રમત ગમત કચેરીબહુમાળી ભવનબ્લોક-સીપ્રથમ માળે,  રુમ નં. ૧૧૦/૧૧૧અમરેલી ખાતે રુબરુ પહોંચાડવાની રહેશે.  સમય મર્યાદા વિત્યે આવનારા પ્રવેશપત્ર ધ્યાને લેવામાં આવશે નહિ. સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ આવેલ પ્રવેશપત્રની સંસ્થાના સંચાલકશ્રીને જાણ કરવામાં આવશે. વિગતવાર માહિતી  કચેરીના બ્લોગ એડ્રેસ- dsoamreli.blogpost.com પરથી મેળવી શકાશે તથા વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પરથી મેળવી શકશો.

Follow Me:

Related Posts