અમરેલી

જિલ્લાના અનુસૂચિત જાતિના યુવક-યુવતીએ માટે તાલુકા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસનની તાલીમ શિબિર

રાજ્યમાં વસતાં અનુસૂચિત જાતિનાં ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક અને યુવતીઓનાં સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ છે.  રાજ્ય  સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ  અને જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા તાલુકા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ  શિબિર યોજવામાં આવે છે.  અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

       આ શિબિરમાં પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ યુવક-યુવતીઓ માટે નિયત કરવામાં આવેલા સ્થળે યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય  પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.  શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.

Related Posts