અમરેલી

જિલ્લાના કુંકાવાવ-વડિયા અને બગસરા તાલુકાના બનેલ બજાર વિસ્તારમાં વિભાજન બાબતે વાંધા,સૂચનો આવકાર્ય

ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ-૧૯૬૩ (ગુજરાત અધિનિયમ-૨૦ સને ૧૯૬૪) કલમ-૬ હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,સચિવાલય ગાંધીનગર દ્વારા જોહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના કુંકાવાવ,વડિયા તથા બગસરા તાલુકાના વિસ્તારને સદરહું અધિનિયમના હેતુઓ માટે નિર્દેષ્ટ કરેલ ખેત ઉત્પન્નોની અમુક જાતના સંબંધમાં બજાર વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

જિલ્લાના કુંકાવાવ-વડિયા અને બગસરા તાલુકાના બનેલ બજાર વિસ્તારમાં વિભાજન કરવાનું ધાર્યું છે. ઉપરાંત કુંકાવાવ-વડિયા તાલુકાના બનેલા બજાર વિસ્તાર અને બગસરા તાલુકાના બનેલા બજાર વિસ્તારમાં નિયંત્રણમાં લીધેલ મગ,અડદ,તુવેર,મગફળી, તલ,કપાસ, ડુંગળી, ઘઉં, ચણા,જીરુ વગેરે જણસીઓનું ખરીદ વેચાણ નિયમન કરવા ધાર્યું છે. આથી, સદરહું અધિનિયમ અંતર્ગત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બગસરાનાં વિભાજન કરીને જિલ્લાના કુંકાવાવ-વડિયા અને બગસરા તાલુકાના બનેલ બજાર વિસ્તારમાં વિભાજન કરવાનો ઈરાદો છે. વિભાજન બાબતે જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક માસમાં નાયબ સચિવશ્રી (ધિરાણ), બ્લોક નંબર ૭, ૬ ઠ્ઠો માળ, કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગાંધીનગરને જે કોઈ વાંધા, સૂચનો મળશે તેના ઉપર સરકારશ્રી દ્વારા વિચારણા કરવામાં આવશે તેમ ઉપસચિવશ્રી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts