fbpx
અમરેલી

જિલ્લાના કુંકાવાવ-વડીયા તથા બગસરા તાલુકામાં ૧૦૦ % થી વધુ વરસાદ નોંધાયો*

 અમરેલી જિલ્લામાં ગત માસ સુધી નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. ગઇકાલે બાબરા તાલુકામાં ૫૭ મીમી વરસાદ નોંધાયો હતો, ગઈકાલ સુધીમાં બાબરા સિવાય કોઇ તાલુકામાં ૪૦ મીમી કરતા વધારે વરસાદ નોંધાયો નથી. જિલ્લામાં  ઓવરઓલ રેઈનફોલ-૭૩.૭૩ % નોંધાયો છે. જિલ્લાના કુંકાવાવ-વડીયા તથા બગસરા તાલુકામાં ૧૦૦ % થી વધુ વરસાદ નોંધાયો છે. સાવરકુંડલા તથા જાફરાબાદ તાલુકામાં ૫૦ % થી ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લાના અમરેલી, લાઠી, લીલીયા, ધારી, ખાંભા, રાજુલા, બાબરા  એમ ૭ તાલુકામાં ૫૦ % થી વધુ વરસાદ નોંધાયો છે.

ધારી ખોડીયાર ડેમ – શેત્રુંજય નદી પૂર્ણ સપાટીએ ભરાયા છે, દરવાજા ખોલવામાં આવ્યા છે. (૧ દરવાજો ૦.૧૫૨ મીટર) જિલ્લાના ૨ ડેમ ૮૦ ટકા ભરાયા છે, ધાતરવડી-૧ જેના દરવાજા નથી ૮૪.૬૦ % તેમજ વડીયા સુરવો ડેમ ૮૫.૧૮%નો સમાવેશ થાય છે. જિલ્લાના ર ડેમ ૫૦ % ભરાયા છે, જેમાં રાયડી પર.૬૭ % અને મુંજિયાસર ડેમ (જેના દરવાજા નથી ) ૫૬.૪૩% ભરાયા છે. જિલ્લાના બાકીના ડેમ ૫૦ % થી નીચેની સપાટીએ ભરાયા છે. જિલ્લામાં ર મૃતકના કેસમાં સહાય ચૂકવવાની કામગીરી પ્રગતિ તળે છે, તેમ અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર મામલતદાર શ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts