જિલ્લાના ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવવા જરુરી વિગત અપડેટ કરવી
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ રુ.૬ હજાર ત્રણ સમાન હપ્તામાં સહાય સ્વરૂપે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં ૧૯મો હપ્તો આપવાનો હોય આથી આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજિયાત પોતાના પી.એમ.કિસાન એકાઉન્ટમાં આ ત્રણ વિગતો અપડેટ કરવી જરુરી છે. (૧) લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવી (૨) બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. ઇનેબલ (૩) ઈ-કે.વાય.સી. કરાવવાનું રહેશે. જે ખેડૂતોને પી.એમ.કિસાનની સહાય મળતી બંધ થઇ ગઈ હોઈ તેમણે આ ત્રણ વિગત અપડેટેડ છે કે નહિ તે, પી.એમ.કિસાન વેબસાઈટ પર જઈને ચેક કરવાનું રહે છે
અથવા ગ્રામ પંચાયતના વિ.સી.ઇ. મારફત અથવા ગ્રામસેવક મારફત ચેક કરાવી શકે છે. જો ઉપરોક્ત ત્રણ વિગતની સામે “NO”/”REJECTED” બતાવે તો ૧. લેન્ડ સીડિંગ(જમીનની વિગતો) અપડેટ કરાવવા માટે સંબંધિત તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવો. ૨. બેંક સાથે આધાર સીડિંગ કરાવવા અને ડી.બી.ટી. એનેબલ માટે બેંક ખાતું હોઈ તે બેંકનો સંપર્ક કરી શકો અથવા નજીકની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (પોસ્ટ ઓફીસ) નો સંપર્ક કરીને આધાર લીંક બેંક એકાઉન્ટ ખોલાવવું ૩. ઇ – કે.વાય.સી. કરાવવા માટે ગામના ગ્રામસેવકનો સંપર્ક કરવો અથવા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અથવા વિ.સી.ઇ.નો સંપર્ક કરવો અને માર્ગદર્શન મેળવવું. આ માટે લાભાર્થીએ આધારકાર્ડ અને મોબાઈલ નંબર સાથે રાખવા તેમજ રુબરુ હાજર રહેવું. વધુ વિગતો માટે તાલુકા કક્ષાએ સંબંધિત તાલુકા પંચાયત કચેરી અથવા વિસ્તરણ અધિકારી (ખેતી)નો અથવા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના તલાટી મંત્રી, વિ.સી.ઇ. અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments