fbpx
અમરેલી

જિલ્લાના તમામ ખેડૂતોએ/FPO/NGO/SHGએ  નાના ઓઈલ એક્ક્ષ્ટ્રેક્શન યુનિટ (મિનિ ઓઈલ મીલ) બનાવવા માટે તા.૦૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત સરકારની નેશનલ ફુડ સિક્યોરીટી મિશન – ઓઈલ સીડ સહાય યોજનામાંથી નાના ઓઈલ એક્ક્ષ્ટ્રેક્શન યુનિટ (મિનિ ઓઈલ મીલ) બનાવવા માટે યુનિટ કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૨.૫૦ લાખની મર્યાદામાં મે માંથી જે ઓછુ હોય તે મુજબની સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા જિલ્લાના તમામ ખેડૂતો, FPO, NGO, SHG એ તારીખ ૦૫.૦૮.૨૦૨૪ પહેલા નિયત કરેલ નમુનામાં અરજી કરવાની રહેશે. અરજી સાથે ૮-અ, ૭-૧૨ અથવા રજીસ્ટર લીઝ ડીડ રૂ.૧૦૦નું નમુના-૨ મુજબનમું કબુલાતનામુ,સામગ્રી,મશીનરીના ક્વોટેશનમાં ૧) ઓઈલ એક્ષ્પેલર યુનિટ અને ઓટોમેટિક કેટલ ૨) બેબી બોઈલર યુનિટ (ચીમની-સ્પાર્ક બોક્ષ-પંપ સાથે) ૩) ફિલ્ટર ડબલ પ્રેસ એસેસરિઝ સાથે ૪) ડીકોટીકેટર મશીન ૫) ઇલેક્ટ્રિક મોટર ૭.૫ ઇંચ સુધીની (ઓરીઝ્નલ), આધારકાર્ડ, અરજદાર સંસ્થા હોય તો નમુના ૩ નું સંમતી પત્રક બાંધકામ રજા ચિઠ્ઠી અથવા એન.એનની પરવાનગી નકલ, વીજ કનેક્શન માટે એન.ઓ.સી,વીજબીલની નકલ વગેરે સાધનિક કાગળો જોડી સહી કરીને જિલ્લા કક્ષાએ ખેતીવાડી શાખામાં અથવા તાલુકા ખેતીવાડી કચેરીને પહોંચાડવાની રહેશે. વધુ જાણકારી અને અરજી ફોર્મ માટે તાલુકા ખેતીવાડી કચેરી, અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,જિલ્લા પંચાયત, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts