જિલ્લાના બાબરા, બગસરા, ખાંભા, લીલીયા, ધારી સહિતના તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિમાં આધુનિક ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને નવીનતમ ટેક્નોલોજીનું જ્ઞાન મળી રહે, ખેડૂત હિતલક્ષી યોજનાઓની માહિતી ખેડૂતોને પુરી પાડવા અને ખેડૂતોના સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ સાથે કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેના ઉમદા પરિણામો ખેડૂતોને મળી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લાના પીરાણા ખાતેથી ‘રવી કૃષિ મહોત્સવ ૨૦૨૩’ નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આજરોજ જિલ્લાના બાબરા, બગસરા, ખાંભા, લીલીયા, ધારી સહિતના તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ-૨૩ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોને વિવિધ યોજનાઓની માહિતી, પ્રાકૃત્તિક કૃષિલશ્રી માર્ગદર્શન સ્થળ પર જ આપવામાં આવ્યું હતું.આગામી તા.૨૫ નવેમ્બરે અમરેલી જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાતે લઈ જવામાં આવશે. રવી કૃષિ મહોત્સવમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવાસેતુ જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા.
Recent Comments