તા.૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે.”સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત સ્વચ્છ ભારત મિશનના “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત અમરેલી જિલ્લામાં વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ શરુ છે.
સ્વચ્છતા હી સેવા અન્વયે ધારી તાલુકાના ભાડેર, રાજુલા તાલુકાના સાંજણાવાવ ગામે ભીંત પર સ્વચ્છતાલક્ષી સૂત્રો, ભીંત ચિત્રો, સ્વચ્છતા માટે જનજાગૃત્તિ કેળવાય તે માટે કામગીરી કરવામાં આવી. લાઠી તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં અને બાબરા તાલુકાના રાયપર, જાફરાબાદ તાલુકાના રોહિસા ગામ સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં દિવાલને રંગરોગાન કરી તેના પર સ્વચ્છતા સંદેશ આપતા ભીંતચિત્રો અને ભીંતસૂત્રો કરીને સ્વચ્છતા માટે જનજાગૃત્તિનો પ્રયાસ કરવામાં આવ્યો.
લાઠી તાલુકાના સુવાગઢ ગામે સરપંચશ્રી, સદસ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ભૂલકાંઓએ સ્વચ્છતાલક્ષી સામૂહિક કાર્યોના પ્રારંભ માટે પ્રવૃત્તિઓ હાથ ધરી, અમારું ગામ, સ્વચ્છ ગામનો સંદેશ પ્રસરાવ્યો. કુંકાવાવ-વડીયા તાલુકાના પંચાયત સદસ્યશ્રી, ગામના ઉપ સરપંચશ્રી અને મહાનુભાવો, અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓના હસ્તે કુંકાવાવ-વડીયા તાલુકાના બરવાળા બાવીશી ગામે વ્યક્તિગત સોકપિટ-કમ્પોસ્ટપીટની કામગીરીના પ્રારંભ માટે પગલાઓ હાથ ધરવામાં આવ્યા.
ધારી તાલુકામાં વીરપુર ગામે સરપંચશ્રી નિમુબેન જોષી તથા ગામના આગેવાનશ્રીઓ અને અગ્રણીશ્રીઓ દ્વારા સામૂહિક કામોના ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી. ધારી તાલુકાના મીઠાપુર-નક્કી ગામે મનરેગા વિથ એસબીએમ કન્વર્ઝન વ્યક્તિગત સોકપિટના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સરપંચ શ્રી દ્વારા બગસરા તાલુકાના હડાળા ગામે સામૂહિક સોકપિટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.


















Recent Comments