જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે કમિટીને માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી. જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે કમિટીને માર્ગદર્શન આપ્યુ હતું.
બેઠકમાં એ.આર.ટી.ઓશ્રી પઢિયાર દ્વારા સમગ્રતયા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં વર્ષ ૨૦૨૩માં છેલ્લા બે વર્ષની સરખામણીએ અકસ્માતોની સંખ્યા ઘટી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ક્રેશ બેરિયરની કામગીરીની પ્રગતિ, સાઇનેજ, સફેદ પટ્ટા લગાડવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં રોડ સેફ્ટીને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા કમિટીના સભ્યશ્રીઓ, એ.આર.ટી.ઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments