જિલ્લાના વિવિધ મતવિસ્તારમાં જુદાં-જુદાં રૂટ સુપરવાઇઝર દ્વારા ઘરે-ઘરે જઈ સર્વે કામગીરી
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ મતવિસ્તારમાં જુદાં-જુદાં રૂટ સુપરવાઇઝર દ્વારા ઘરે-ઘરે જઈ સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોને મતદાર યાદીમાં નામ સુધારણા સહિતની બાબતો માટેની પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
વધુમાં જિલ્લામાં મતદાર નોંધણી બાકી હોય તેવા વધુમાં વધુ નાગરિકોને પોતાની નોંધણી કરાવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. ઘરે ઘરે જઈ ચાલી રહેલી આ સર્વે કામગીરી માટે પ્રાંત અધિકારી સહિત સંબંધિત અધિકારી દ્વારા આ કામગીરી સંભાળતા કર્મચારીઓ સાથે રીવ્યુ મીટીંગ પણ કરવામા આવી હતી.
Recent Comments