અમરેલી તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ (બુધવાર) તા.૦૧.૦૧.૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા ભારતીય નાગરિકો મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવી શકશે. આગામી તા.૨૮ નવેમ્બર,૨૦૨૪ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરુ છે. યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે બાબરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુવા મતદારો, બીએલઓ અને સુપરવાઇઝર સહિતના જોડાયા હતા.
૯૮ રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વડલી ગામે યોજાયેલ ભાગવત સપ્તાહમાં પણ મતદાતા જાગૃત્તિ અન્વયે મતદારોને અપીલ કરવામાં આવી. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ખાસ ઝુંબેશના દિવસોની ઓડિયો ક્લિપ દ્વારા ગ્રામજનોને વિગત આપી અગવત કરવામાં આવ્યા.૯૮ રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારના વિવિધ સ્થળોએ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાન દ્વારા મતદાતા જાગૃત્તિ અન્વયે મતદારોને અપીલ કરવામાં આવી. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના ખાસ ઝુંબેશના દિવસોની જાણ પણ નગરજનોને થાય તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા.
ખાંભા ગામે યોજાયેલ તુલસી વિવાહ અને લાઠી તાલુકાના ભાલવાવ કાર્યક્રમમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની વિગતો આપી, મતદારોને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરવામાં આવી. ખાંભા તાલુકાના દડલી અને કોડીયા ગામે યોજાયેલ ભાગવત કથામાં મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યા.નવા વર્ષે વિવિધ દેવસ્થાનો પર ભક્તોની અવરજવર વધુ પ્રમાણમાં રહે છે તેવા સ્થળોએ નાગરિકોને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગે વિગતો મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ધારી ખોડીયાર માતા દેવસ્થાને આવતા યાત્રિકોને મતદાર તરીકે નોંધણી કરવા માટે કિન્નર સમાજ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો લાભ લેવા ખાસ અપીલ કરવામાં આવી. રજાના દિવસોમાં ભીડ વધુ રહેતી હોય પ્રવાસીઓને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અને તે માટે યોજવામાં આવનાર ખાસ ઝુંબેશના દિવસો સહિતની વિગતો આપી મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-મતદાતા જાગૃત્તિ અન્વયે ૯૫-અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારના મતદાતા જાગૃત્તિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અમરેલી એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે નાગરિકોને SSR ઝુંબેશનાં દિવસો અંગે માહિતગાર કરવામાં આવ્યા. વધુ નાગરિકો સુધી આ બાબતની જાણ થાય તે માટે માઇક પર એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું. સ્વીપ કાર્યક્રમ અન્વયે અમરેલીના લાઠી રોડ સ્થિત દીકરાનું ઘર ખાતે યોજવામાં આવ્યા, વરિષ્ઠ નાગરિકોને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અને ખાસ ઝુંબેશના દિવસો વિશે વિગતો આપવામાં આવી. અમરેલીના હાર્દ સમા સેન્ટ્રલ પોઇન્ટ વિસ્તારમાં રવિવારી બજારમાં SSR અન્વયે સ્વીપ કાર્યક્રમ યોજવામાં આવ્યા.
આગામી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે લાઠી તાલુકાના દામનગર ખાતે આશા વર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન સંચાલક, વ્યાજબી ભાવના દુકાનદાર સાથે યોજાયેલ બેઠકમાં મતદાતા જાગૃત્તિ માટે કરવાની થતી કામગીરી, શહેરી વિસ્તારના વધુમાં વધુ મતદાતાઓને કાર્યક્રમ અંગે જાણ થાય તેવા પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવી.
દામનગર બસ સ્ટેન્ડ ખાતે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ખાસ ઝુંબેશના દિવસોની જાહેરાત કરી નાગરિકોને જાણ કરવામાં આવી.સાવરકુંડલા અને બાબરા સહિત અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, ખાસ ઝુંબેશઅંગે નાગરિકોને જાણ કરવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.મહત્વનું છે કે, મતદાર તરીકે અગાઉથી નોંધાયેલા છે તેવા નાગરિકોએ મતદાર યાદીમાં નામ, વિગત, ફોટો અચૂક ચકાસી લેવો, જરુર જણાય તો ફેરફાર કરવા માટેની અરજી આપવી. નામ નોંધણી માટે અથવા ફેરફાર માટે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ, www.voterportal.eci.gov.in , www.nvsp.in પોર્ટલ ઉપરાંત હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી વિગતો મેળવી શકાશે.
ખાસ બાબત છે કે, મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત નવેમ્બર-૨૦૨૪ માસની, તા.૧૭ – રવિવાર, તા.૨૩-શનિવાર, તા.૨૪-રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી સંબંધિત વિસ્તારના મતદાન મથક પર સંપર્ક કરવો. મતદારયાદીમાં નાગરિક-મતદાતાના નામ સાથે આધાર લીંક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આથી અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને મતદાતા યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments