જિલ્લાના સ્થળાંતરિત મતદાતાઓને મતદાન કરવા માટે અનુરોધ
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. વધુ સ્થળાંતર થઈ રહ્યું હોય તેવા જિલ્લાઓમાંથી અમરેલી જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
જિલ્લાના સ્થળાંતરિત મતદાતાઓ (માઇગ્રેટરી ઇલેકર્ટસ ) મજબૂત લોકશાહી માટે મતદાનનું મહત્વ સમજાવી તેમને મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. મદદનીશ શ્રમ આયુક્ત અને માઇગ્રેટરી ઇલેકર્ટસ નોડલ અધિકારી અમરેલી દ્વારા જિલ્લાના વિવિધ સ્થળો પર માઇગ્રેટરી ઇલેકર્ટસને મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ અને મતદાન એ મતદાતાઓનો અધિકાર હોવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Recent Comments