જિલ્લાની પંચાવન પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ-શાળાઓમાં અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન પણ કાર્યરત
અમરેલી જિલ્લા પંચાયત દ્વારા શૈક્ષણિક ગુણવતા સુધારણા કાર્યક્રમ અંતર્ગત પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિદ્યાર્થીઓને ગણિત અને અંગ્રેજી વિષયોને વધુ સારી રીતે શીખી અને સમજી શકે, તેમની તાર્કિક-વૈચારિક ક્ષમતાઓ વિકસે તે માટે જિલ્લાના અગિયાર તાલુકાઓમાંથી પાંચ એમ જિલ્લાની ૫૫ પ્રાથમિક શાળાઓને આવરી લેવામાં આવી છે.
અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પ્રેરણાથી આ શાળાઓમાં અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન પણ કાર્યરત રહેશે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા દત્તક લેવામાં આવેલી ૫૫ શાળાઓમાં તાલુકાવાર પાંચ એમ પંચાવન શાળાઓની પસંદગી કરવામાં આવી છે.
અમરેલી તાલુકાની કેરિયાનાગસ, ઇશ્વરિયા, વાંકિયા, જાળીયા, નાના માચીયાળા, બાબરા તાલુકાની લોન કોટડા, વાવડી, મીયા ખીજડીયા, જામ બરવાળા, સિરવાણિયા, બગસરા તાલુકાની બાલાપુર, હામાપુર, ડેરી પીપરિયા, શિલાણા, મોટા મુંજીયાસર, ધારી તાલુકાની દામાણી વિદ્યામંદિર, હરિપરા, કનેર, ઝર, નાગધ્રા, જાફરાબાદ તાલુકાની મોટા લોઠપુર, નાગેશ્રી (કન્યા) પ્રાથમિક શાળા, કડિયાળી, લાપાળિયા, વાલીબાઇ કન્યા પ્રાથમિક શાળા-ટીંબી, ખાંભા તાલુકાની કન્યા શાળા, લાસા, મુંજીયાસર, વાંગધ્રા, બોરાળા, કુંકાવાવ-વડીયા તાલુકાના પે સેન્ટર શાળા નં.૨, તાલાળી, લુણીધાર, ખડખડ, ઢુંઢીયા, લાઠી તાલુકાની લાઠી તાલુકા શાળા, કન્યા શાળા-લાઠી, અકાળા, દહીંથરા, ઠાંસા, લીલીયા તાલુકાની આંબા, સલડી, ભોરીંગડા, હાથીગઢ, જાત્રોડા, રાજુલા તાલુકાની કન્યા શાળા-૨, સરસ્વતી વિદ્યા મંદિર, વડનગર-૨, કોટડી, જૂની બારપટોળી, સાવરકુંડલા તાલુકાની પીઠવડી પે સેન્ટર શાળા, કરજાળા, લીખાળા, ઓળિયા, મોટા ભમોદરાનો શૈક્ષણિક ગુણવતા સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમાવિષ્ટ છે.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓમાં ગણિત અને અંગ્રેજી વિષયોને વધુ સારી રીતે શીખી અને સમજી શકે, તેમને આ વિષય પર પોતાની ક્ષમતાઓને પાર વિષય પરની પકડ મેળવવામાં સહાયરુપ થવું, તેમની તાર્કિક-વૈચારિક ક્ષમતાઓ વિકસે તે માટે શાળામાં તે રીતનું વિશાળ ફલક મળી રહે તે આવશ્યક હોય શિક્ષકશ્રીઓને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ ઉત્કૃષ્ટ બનાવવા અને તેમને પ્રોત્સાહિત કરી પ્રેરણા પૂરી પાડવામાં આવી.
આ શૈક્ષણિક ગુણવતા સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હોય તે અંગેનું નિરિક્ષણ જિલ્લા સ્તરેથી કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, આ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ પણ શરુ થયા. વધુમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવા માટેનું વાતાવરણ શાળા કક્ષાએ મળી રહે તે માટેના વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, તેમ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments