જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાઇબ્રેરીના ઉપયોગ માટે કબાટની ભેટ આપવામાં આવી
તાજેતરમાં પદ્માવતી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી પ્રાથમિક શાળાઓમાં લાઇબ્રેરી કબાટ ફાળવવામાં આવ્યા હતા.શ્રી પદ્માવતી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઇન્દુબેન બિપીનચંદ્ર શાહ તરફથી મેઢા પ્રાથમિક શાળા અને વીજાનાનેસ પ્રાથમિક શાળા તથા તળાજા ની પીપરલા પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી કબાટ અર્પણ કરવામાં આવ્યા છે. આ માટે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ભદ્રાવળ નિવાસી અને હાલ મુંબઇ સ્થિત પ્રેરક દાતા પરમાનંદ અમૃતલાલ શાહ અને હેમંતભાઈ બટુકલાલ શાહ હાજર રહ્યા હતાં.તથા ભાવનગર શિક્ષણ સમિતિના સભ્ય બાલધિયા તથા ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજીડેમના ટ્રસ્ટી અને નિયામક લાલજીભાઈ સોલંકી પણ હાજર રહી દાતાઓનું સન્માન કર્યું હતું અને શિક્ષકોના કાર્યોને બિરદાવ્યા હતા. શાળાના બાળકો ભણતરની સાથે વિશેષ વાંચન તરફ પ્રેરાય તેવી ઉમદા ભાવના સાથે અપાયેલા લાયબ્રેરી કબાટ વડે બાળકોની વાંચન ક્ષમતાની ભૂખ પૂર્તિ થશે.આ સમગ્ર કાર્યનું સંકલન શાંતિલાલ પંડ્યા અને જયંતીભાઈ રાઠોડએ કર્યું હતું.
Recent Comments