જિલ્લાની વિવિધ તાલુકા કચેરીઓમાં અધિકારીઅને કર્મયોગીઓએ વિકસિત ભારત પ્રતિજ્ઞા લીધી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણીના ભાગરુપે જિલ્લાની વિવિધ તાલુકા કક્ષાની કચેરીઓમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ અને પ્રતિજ્ઞાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વિકાસ સપ્તાહ અંતર્ગત તા.૦૯ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તા.૧૦, ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ભારતના વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ સહિતના નાગરિકો જોડાશે.
Recent Comments