જિલ્લાની ૫૨૦ શાળાઓમાં પ્રભાત ફેરી અને રેલી દ્વારા મતદારોને જાગૃત કરાયા

૨૬૦૦થી વધુ કાર્યવાહકો દ્વારા અંદાજિત ૨૮,૦૦૦ નાગરિકોને અવશ્ય મતદાન કરવા જાગૃત કરાયાશાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચર્યો સહિત ગ્રામજનો રેલી અને પ્રભાત ફેરીમાં જાેડાયારાજ્યમાં લોકસભા ચૂંટણી માટે યોજાનારા મતદાન અંતર્ગત વધુને વધુ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય અને પોતાની અમૂલ્ય વોટ આપે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય અને સ્વીપ નોડલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાની ૫૨૦ શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમોના ભાગરૂપે મતદાન જાગૃતિ રેલી અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અને પ્રભાત ફેરીમાં ૨૬૦૦થી વધુ કાર્યવાહકો એ ઉત્સાહભેર ભાગ લઈને અંદાજિત ૨૮,૦૦૦ નાગરિકોને તેમના મતનું મહત્વ સમજાવીને અવશ્ય મતદાન કરવા માટે જાગૃત કર્યાં હતા. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચર્યો સહિત ગ્રામજનો રેલી અને પ્રભાત ફેરીમાં ભાગ લઈને અવશ્ય મતદાન કરવા તૈયારી બતાવી હતી તેમજ અન્ય લોકોને પણ તેમના મતનું મહત્વ સમજાવીને મતદાન કરવા માટે પ્રેરશે એવો સંકલ્પ લીધો હતો.
Recent Comments