સૌરાષ્ટ - કચ્છ

જિલ્લામાં આગામી તા.૩૦ એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. આગામી તા.૨૬/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ દરમિયાન અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ આગાહી/ સંભાવનાને ધ્યાને લઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા. વધુમાં તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારા સહિતની ચીજ વસ્તુઓને સલામત સ્થળે ખસેડવા.  એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા. ખેત જણસીના જથ્થાને કોઈ નુકશાન ન થાય તે માટે જરુરી વ્યવસ્થા કરવા તેમજ તકેદારીના યોગ્ય પગલાં લેવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મામલતદારશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

Related Posts