જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ની પેટા કલમ-૧ તથા કલમ-૩ તથા કલમ-૩૩ અન્વયે પગલા લેવા પૂરતા કારણો હોવાથી જાહેર સુલેહ, શાંતિ અને સલામતી જાળવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, બંદૂક ઉપરાંત શારીરિક ઇજા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઈ જવાની કે, લાવવાની, સ્ફોટક પદાર્થો લઈ જવાની કે, લાવવાની ઉપરાંત છટાદાર ભાષણ આપવા જેવા કૃત્યો પર પ્રતિબંધ રહેશે. આ હુકમ ફરજ પર રોકાયેલા પોલીસ તથા હોમગાર્ડ્સ સહિતના તમામ સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી તથા તથા અધિકારીઓને લાગુ પડશે નહીં. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ૧૩૫ની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર છે.
Recent Comments