જિલ્લામાં કોરોના રસીના કેમ્પને લઈને સર્વ સમાજની કૌશિક વેકરિયા સાથે બેઠક યોજાઇ
અમરેલી જિલ્લામાં કોરોના રસીકરણના કેમ્પ વધુમાં વધુ થાય અને ઝડપથી લાભાર્થી સુધી રસીની વ્યવસ્થા પહોંચાડી શકાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લાના સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. જિલ્લા ભાજપ અમરેલી દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સહભાગી બનીને કેમ્પનું આયોજન કરી રહ્યું છે ત્યારે જિલ્લાભરમાં વધુને વધુ કોરોના રસીકરણ કેમ્પ થાય એ માટે સર્વે સમાજનાં આગેવાનોને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ અપીલ કરી હતી કે રસીકરણ કેમ્પમાં સહભાગી બની અને વધુમાં વધુ કેમ્પ થાય તેવો સૌ સાથે મળી પ્રયાસ કરીશું તો ચોક્કસ આપણે રસીના માધ્યમથી કોરોનાને હરાવી શકીશું.
આ બેઠકમાં મુકેશભાઈ સંઘાણી, ખોડલ ધામ ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયા, આહીર સમાજનાં પ્રમુખ જીતુભાઈ ડેર, લેઉવા પટેલ ટ્રસ્ટના ભીખુભાઈ કાબરીયા, સંજયભાઈ રામાણી, બ્રહ્મ સમાજમાંથી તુષારભાઈ જોશી, કોળી સમાજના આગેવાન મનીષભાઈ ધરજિયા, ચિરાગભાઈ ચાવડા, વિનુભાઈ ડાબસરા, ખોડલધામ કન્વીનર રમેશભાઇ કાથરોટિયા, સુરેશભાઈ દેસાઈ, લોહાણા મહાજન સમાજમાંથી સંજયભાઈ વણઝારા, ભાવેશભાઈ સોઢા, કડિયા સમાજમાંથી જયેશભાઈ ટાંક, દલિત સમાજ આગેવાન જીતુભાઈ બથવાર, ઠાકોર સેના અનિલભાઈ રાધનપરા, પ્રજાપતિ સમાજમાંથી રમેશભાઇ ધોળકિયા, ભરતભાઈ પ્રજાપતિ, વિજયભાઈ ધંધુકિયા, સગર સમાજમાંથી મોહનભાઈ કાલેણા તેમજ પ્રવિણભાઇ ચાવડા, મધુભાઈ ચાવડા, જીતેન્દ્રભાઈ જાદવ, પ્રવિણભાઇ બારૈયા, પરેશભાઈ કાનપરિયા સહિતના આગેવાનો બેઠકમાં જોડાયા હતા.
Recent Comments