fbpx
અમરેલી

જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શાળાઓ, નદી, તળાવ સહિતના પાણીના સ્ત્રોત્રોની સાફ-સફાઈ યોજાઈ

 રાજ્યવ્યાપી “સ્વચ્છતા” અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ “સ્વચ્છતા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.  જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ વેગવંતી બની છે. તા.૧૬ થી ૨૧ ઓક્ટોબર,૨૩ સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડિંગ, મહા પુરુષોની પ્રતિમા, નદી તળાવ સહિતના પાણીના સ્ત્રોત્રની સાફ-સફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શાળાઓ, નદી, તળાવ સહિતના પાણીના સ્ત્રોત્રોની સાફ-સફાઈ યોજાઈ હતી.

        જિલ્લામાં ચાલુ સપ્તાહે ગ્રામ્ય કક્ષાએ વિવિધ જગ્યાએ જાહેર સ્વચ્છતા,કચરો એકઠો થતો હોય તે જગ્યાની સફાઈ- લોકો ઘરે જે ભીનો અને સુકો કચરો અલગ કરે તે બાબતે જન જાગૃત્તિ, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, મ્યુઝીયમ અને હેરિટેજ બિલ્ડિંગો, શાળાઓ, મહા પુરુષોની પ્રતિમા,પ્રવાહી કચરાના નિકાલ માટે ભુગર્ભ ગટરની સાફ-સફાઈ,જળાશયો અને નદી નાળાની સાફ સફાઈ ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે.  સમગ્ર રાજ્યમાં હાલ “સ્વચ્છતા હી સેવા” અભિયાન પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. આવો જિલ્લાના સૌ નાગરિકો સ્વચ્છતા હી સેવા મહા અભિયાનમાં સહભાગી બનીને આપણી ભારતીય નાગરિક તરીકેની સાચી ફરજ અદા કરીએ.

Follow Me:

Related Posts