fbpx
અમરેલી

જિલ્લામાં ટી.બી.ના કેસો ઉપરાંત ટી.બી. નિવારણ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને અમરેલી સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે  જિલ્લા ટી.બી.ફોરમની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રીય ટી બી એલિમિનેશન કાર્યક્રમ (એન.ટી.ઈ.પી.) અંતર્ગત જિલ્લામાં ટી.બી.ના કેસો ઉપરાંત ટી.બી. નિવારણ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી.  જિલ્લાના તમામ તાલુકામાં ટી.બી.કેસો, પુઅર રેફરલ રેટ ઉપરાંત નિક્ષય મિત્ર અંતર્ગત કરવામાં આવતી કિટ વિતરણ સહિતની કામગીરીના વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવે તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને ટી બી ને લગતા કેસો માટે નિયમિત ઓ.પી.ડી. કરવાની અને રેગ્યુલર રીતે ફોલોઅપ લેવાની સૂચના આપી હતી.

આ ઉપરાંત જિલ્લામાં ટી.બી. નિવારણ કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ સારી કામગીરી કરવામાં આવે તેની કાળજી લેવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતુ. જિલ્લાના તમામ તાલુકાઓમાંના જે તાલુકાઓમાં ટી.બી.કેસોને લઈ પુઅર રેફરલ રેટ નોંધાયો છે તે બાબતે વિશેષ કાળજી લઈ તેમાં સુધારો કરવા ઉપરાંત લક્ષ્યને ધ્યાને લઈ વધુ સારી કામગીરી થઇ શકે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવે જરુરી સૂચનો કર્યા હતા. બેઠકમાં મુખ્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના  જુદાં જુદાં આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts