કાર્યકારી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા સાંસદશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી સર્વેના વિવિધ પ્રશ્નોની રજૂઆત સંદર્ભે આ પ્રશ્નોના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોના નિવારણ અર્થે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમસ્યાઓનો નિકાલ
યોગ્ય રીતે થાય તે માટે સંબંધિત કચેરીના વડા સાથે સંકલન કરવામાં આવ્યું હતું. કાર્યકારી જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક નિવારણ માટે જરુરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યુ હતું. જિલ્લાના વિવિધ પ્રશ્નોના નિવારણ થાય એ અંગેના જવાબની નકલ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સહિતના જન પ્રતિનિધિશ્રીઓને સમયસર મળી રહે તે બાબતે વિશેષ ધ્યાન આપવામાં આવે તે અંગેની સૂચના નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.
અમરેલી જિલ્લામાં આગામી બે માસ સુધી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પરિભ્રમણ કરવાની છે ત્યારે સંભવત: આ યાત્રાનું પ્રસ્થાન અત્યાધુનિક રથ સાથે આગામી તા.૨૨ નવેમ્બર, ૨૦૨૩થી થશે. આ યાત્રાના સુચારુ આયોજન અને કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળે તે સુનિશ્ચિત કરવા માટે કાર્યકારી જિલ્લા કલેક્ટરશ્રીએ યોગ્ય માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ અંગે જવાબદાર નોડલ અધિકારીશ્રીઓને રુટ મુજબ ગામની મુલાકાત કરી અને પ્રતિ સપ્તાહની કામગીરીની મૂલ્યાંકન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
આ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલજીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત ગામે ગામ લાભાર્થીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે કાર્યકારી જિલ્લા કલેક્ટરશ્રીએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, જનપ્રતિનિધિશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ કર્યુ હતુ.


















Recent Comments