અમરેલી

જિલ્લામાં યોજાયેલા કેમ્પમાં ૫૧૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

 તા.૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં તાલુકા સ્તરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં યોજાયેલા કેમ્પમાં ૫૧૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરના સંદર્ભે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ અને ગામના આગેવાન તેમજ ગામ લોકોએ સફળ આયોજન કર્યું હતુ. સમગ્ર વિશ્વમાં લોહી અને પ્લાઝમાનું નિયમિત રીતે દાન  લોહી અને લોહીના ઘટકોની સુરક્ષિત અને કાયમી ઉપલબ્ધિ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. ૧૮ થી ૬૫ ઉંમરની તંદુરસ્ત હોય તેવી કોઈપણ વ્યક્તિ દર ત્રણ થી ચાર મહિને રક્તદાન કરી શકે છે. નિયમિત રીતે કરવામાં આવેલું રક્તદાન ઘણી જિંદગીઓ બચાવી શકે છે. વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.એમ જોષી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Related Posts