fbpx
અમરેલી

જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ કાર્યરત

 થોડા સમય પૂર્વે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલ હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે રાજય સરકાર દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં છેલ્લા થોડાં દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામત કામગીરી શરુ છે.અમરેલી જિલ્લા માર્ગ અને મકાન રાજય દ્વારા, ૧૧૩૩ કિમીથી વધુ લંબાઇના અંતર સાથે જિલ્લાના ૮૮ રસ્તાઓ પૈકી મરામતની જરુરિયાત ધરાવતા ૪૭ રસ્તાઓમાં મરામત કામગીરી શરુ કરવામાં આવી હતી. ૪૭ રસ્તાઓ પૈકી ૧૯ રસ્તા પર આસ્ફાલ્ટ પેચવર્ક અને મરામતની કામગીરી પૂર્ણ થઇ છે. મરામતની કામગીરી બાકી હોય તે રસ્તાઓની મરામતની કામગીરી આગામી સમયમાં જ પૂર્ણ થશે.માર્ગ અને મકાન રાજય હસ્તકના વિવિધ માર્ગની આજુબાજુમાં ઊગી નીકળેલી વણઉપયોગી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાના કારણે સાંકડા થયેલા રસ્તાઓ પરથી વણઉપયોગી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાને જેસીબીના ઉપયોગથી દૂર કરી રસ્તાઓને ફરી પુનર્વત કરવાની કામગીરી પણ પૂર્ણ થઇ છે.

Follow Me:

Related Posts