જિલ્લામાં સભા, સરઘસ અને હથિયારબંધી
વિવિધ તહેવારની ઉજવણી અને હાલની વર્તમાન સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત જાહેર સુલેહ-શાંતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લામાં આગામી તા.૧૧ જુલાઈ,૨૦૨૩ દિવસ સુધી સભા સરઘસ હથિયારબંધી જાહેર કરવામાં આવી છે. છટાદાર ભાષણ આપવાની પણ મનાઈ અને સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતના પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. ફરજ પર રોકાયેલા પોલીસ જવાનો તથા હોમ ગાર્ડ સહિતના તમામ સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી-અધિકારીને, શારીરિક અશક્ત વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ અને કલમ-૧૩૫ અન્વયે સજા અને દંડને પાત્ર છે.
Recent Comments