અમરેલી

જિલ્લામાં સ્વચ્છતા અભિયાનના સુચારું આયોજન,અમલ અને કામગીરી અહેવાલ અર્થે નોડલ અને સબ નોડલ અધિકારીઓની નિમણુક

રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.  ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરાશે. જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના સુચારું આયોજન, અમલ અને કામગીરી અહેવાલ અર્થે નોડલ અને સબ નોડલ અધિકારીશ્રીઓની નિમણુક કરવામાં આવી છે.

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) જિલ્લા પંચાયત અમરેલીને નોડલ અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. ઉપરાંત સબ નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફીસરશ્રી આઈસીડીએસ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, કાર્ય પાલક ઇજનેર શ્રી સિંચાઈ પંચાયત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત અમરેલી, નાયબ બાગાયત અધિકારીશ્રી, અમરેલી વગેરેને સબ નોડલ તરીકે નિમણુક આપવામાં આવી છે. ઉપરાંત જિલ્લા આયોજન અધિકારીશ્રી અમરેલી પણ નોડલ તરીકે પોતાની ફરજ બજાવશે. ચીફ ઓફીસરશ્રી અમરેલી નોડલ તરીકે અને જિલ્લાના અન્ય સર્વ ચીફ ઓફીસરશ્રી સબ નોડલ તરીકે કામગીરી કરશે. પ્રાંત અમરેલી, લાઠી, બગસરા, ધારી, રાજુલા નોડલ તરીકે અને તમામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સબ નોડલ તરીકે કામગીરી કરશે. આ ઉપરાંત જિલ્લામાં તા. ૧૫ ઓક્ટોબરથી ૧૬ ડિસેમ્બર સુધી ચાલનાર સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જાહેર જનતા, એન.જી.ઓ અને સામાજિક સંસ્થાઓ પણ જોડાશે.

Related Posts