જિલ્લામાં ”સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ અંતર્ગત તા. ૨૩ ઓકટોબર થી ૨૮ ઓક્ટોબર,૨૩ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે સફાઈ ઝુંબેશ
અમરેલી તા.૨૪ ઓક્ટોબર, ૨૦૨૩ (મંગળવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. રાજ્યના આ ચાર પખવાડિયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી.
જિલ્લામાં ”સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ અંતર્ગત તા. ૨૩ ઓકટોબર થી ૨૮ ઓક્ટોબર,૨૩ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી,બિલ્ડિંગ, શાળા અને કોલેજ કેમ્પસ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ રહી છે. આગામી રવિવારે ગ્રામ્ય અને શહેરના અનિયમિત વિકસિત અને અવિકસિત વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ યોજાશે.
મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાલક્ષી વિચારોને આજે ગુજરાતનો જન જન સાર્થક કરી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પૂરજોશમાં આગળ ધપી રહ્યુ છે. ઉપરાંત આ અભિયાનમાં સામાજિક સંસ્થાઓ સહિત સૌ જનભાગીદાર બની રહ્યા છે. આવો સૌ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને સ્વચ્છ ગુજરાતનું નિર્માણ કરીએ.
Recent Comments