જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ તા.૧૬ મે, ૨૦૨૪ સુધી કમોસમી વરસાદની સંભાવના
હવામાન ખાતાની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં તા.૧૬ મે, ૨૦૨૪ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાની આ આગાહીના પગલે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોએ તૈયાર થયેલા ફળ અને શાકભાજી ઉતારી લેવા. તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા, આંબાના પાકની ખેતી કરતા ખેડૂતોએ આંબા વાડિયામાં કોઈ પણ રાસાયણિક/સેન્દ્રિય ખાતર કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ. વાદળ છાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરુર જણાય તો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ રોગ-જીવાત નિયંત્રણનાં તકેદારીના યોગ્ય પગલા લેવા અમરેલી નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments