સમગ્ર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આદર્શ આચારસંહિતા અમલી છે. જિલ્લામાં સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોઈ પણ નાગરિકને ચૂંટણી અંગે ઉમેદવાર કે આદર્શ આચાર સંહિતાના ભંગ અંગે ફરિયાદ કરવી હોય તો c-VIGIL એપના માધ્યમથી ફરિયાદ કરી શકે છે, જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ ૧૦૦ મિનિટમાં સ્થળ પર પહોંચી અને ફરિયાદનો નિકાલ કરશે. c-VIGIL એપના માધ્યમથી જિલ્લાના નાગરિકો આચારસંહિતા ભંગ તથા ખર્ચ વિષયક ફોટોગ્રાફી,વિડીયોગ્રાફી સાથેની કોઈપણ ફરિયાદ અપલોડ કરી શકશે.
આ ઉપરાંત મતદાન, મતદાર કાર્ડ કે અન્ય કોઈ પણ બાબતની પૂછપરછ કે માહિતી માટે નાગરિકો ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર પણ ફોન કરી અને જિલ્લા કંટ્રોલ રુમમાંથી માહિતી મેળવી શકે છે. જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન અને તા.૦૪ જૂન, ૨૦૨૪ના રોજ મતગણતરી થશે. જિલ્લાના દરેક નાગરિકો, યુવાઓને ‘ચૂંટણી પર્વ- દેશ કા ગર્વ’ અભિયાનમાં ભાગીદાર બનવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments