હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાની સોફ્ટવેર દ્વારા પસંદગી પામેલ ૩૪ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ ૧, ૨ના કુલ ૧૭૧૯ બાળકોની ખાસ કીટ દ્વારા લોહીની તપાસ કરવામાં આવી હતી. તમામના ફાયલેરિયા ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથીપગા નિર્મૂલન કાર્યક્રમનું ત્રીજું ચરણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળતા હાથીપગા રોગથી દર્દીને કાયમી અપંગતા આવી શકે છે. ઉપરાંત આ રોગની કોઈ સારવાર ઉપલબ્ધ નથી. આ રોગના નિર્મૂલન માટે સમગ્ર જનસમૂદાયને દવા વિતરણ કરવામાં આવેલ. હાથીપગો મચ્છર દ્વારા ફોલાતો રોગ હોય મચ્છર ઉત્પતિ અટકાવવા તમામ સ્તરે જાગૃત્તિ કેળવવા અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથીપગા નિર્મૂલન કાર્યક્રમનું ત્રીજું ચરણ સફળતાપૂર્વક પૂર્ણ

Recent Comments