જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગર દ્રારા અમલીકૃત શ્રી વાજપાઇ બેંકેબલ યોજના અન્વયે વિવિધ બેંકો મારફત લોન સબસીડીનો લાભ મેળવવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન ભાવનગર વિભાગીય કચેરીનાં સંયુક્ત ઉપક્રમે તા.૨૬/૦૯/૨૦૨૨ સોમવારનાં રોજ સવારે ૧૦:૩૦ કલાકથી ૪:૦૦ કલાક દરમ્યાન ઓનલાઇન પોર્ટલ ઉપર એપ્લીકેશન કરવા માટે એક લોન અરજી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ લોન અરજી મેળામાં જે ઉદ્યોગકારો કે વેપારી મિત્રો કે સી.ઈ.ડી.નાં તાલીમાર્થીને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે અરજી કરવાની હોય અથવા ચાલુ ધંધાનું વિસ્તૃતીકરણ કરવાનું હોય તેમણે નીચે દર્શાવેલ ડોક્યુમેન્ટ સ્કેન કરી સોફ્ટકોપી સાથે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગર ખાતે હાજર રહેવાં વિનંતી છે. અત્રેથી ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે.
vફરજિયાત સોફ્ટકોપીમાં જરૂરી દસ્તાવેજોv
(૧) આધારકાર્ડની નકલ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો
(૨) જાતિનો દાખલો(લાગુ પડતો હોય તો)
(૩) અનુભવનો દાખલો
(૪) શૈક્ષણિક લાયકાતની નકલ
(૫) ધંધાની જગ્યા(લાઇટ બીલ/વેરાબીલ/ભાડા કરાર)
(૬) જી.એસ.ટી નંબર વાળુ સહિ અને સિક્કા સાથેનું કોટેશન બીલ
(૭) જન્મનું પ્રમાણપત્ર કે સ્કુલ લીવીંગ પ્રમાણપત્ર
(૮) તમારૂ ઇ-મેઇલ આઇ.ડી અને નેશનલ બેંકમાં આપના એકાઉન્ટની માહિતી કે પાસબુકની કોપી
વાજપાઈ બેકેબલ યોજના અંતર્ગત યોજાનાર આ લોન અરજી મેળાનો લાભ વધુને વધુ ઉદ્યોગકારો કે વેપારી મિત્રોને ઉપરોકત તારીખે અને દિવસે જોડાવવા ઉપરોક્ત બન્ને સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે.તથા આ સુવિધાનો જાહેર જનતાએ વધુમાં વધુ લાભ લેવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગર દ્વારા જણાવાયું છે.
Recent Comments