જિલ્લા કક્ષાએ સાઈન લેંગ્વેજના જાણકારી વ્યક્તિઓની નિમણુક કરવામાં આવી
વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા.૦૧ ડિસેમ્બરના રોજ યોજાશે. શ્રવણ ક્ષતિ કે વાણી અંગે સહિત કોઈપણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારોને મતદાનના દિવસે કોમ્યુનિકેશન (પ્રત્યાયન) કરવામાં કોઇ મુશ્કેલી ન થાય તે ઉદ્દેશ્યથી સાઇન લેંગ્વેજના જાણકાર વ્યક્તિઓની સેવાઓ જિલ્લા કક્ષાના કંટ્રોલ રુમમાં શરુ કરવામાં આવી છે. દિવ્યાંગ મતદાર વિડિયો કોલ કરી સાઇન લેંગ્વેજના જાણકાર વ્યક્તિ મારફત પોતાની સમસ્યાઓ જણાવી શકે છે.
આ અંગે મતદાનના દિવસે અને તેના પહેલાં તાલુકા શાળા બગસરાના કર્મચાર શ્રી રાજેશભાઈ એ. શુક્લા ૯૪૨૭૫૫૯૪૦૬, મીઠાપુર ડુંગરીના કર્મચારીશ્રી જગદીશભાઈ બી બગડા, ૯૯૦૪૦૬૧૫૯૦ની નિમણુક કરવામાં આવી છે. આ કર્મચારીશ્રીઓ એ મતદાનના દિવસે શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની દિવ્યાંગતા ધરાવતા મતદારોના કોલ આવે તો તેમની સાથે સાઇન લેંગ્વેજથી વાર્તાલાપ કરી તેમની રજૂઆત સંબંધની કામગીરી કરવાની રહેશે, તેમ નોડલ ઓફિસરશ્રી PWD અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments