ભાવનગર

જિલ્લા કક્ષાએ સ્વીમીંગ સ્પર્ધામાં સાત ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ તથા બે બ્રોન્ઝ મેડલ  જીતી શાનદાર પ્રદર્શન કરતા મોટી પાણીયાળી ના બાળકો

ભાવનગર તા 17 સ્કૂલ ગેમ્સ માં જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધા ભાવનગર મહાનગર પાલિકાના સ્વીમીંગ પૂલ ખાતે તારીખ:૧૭/૮/૨૦૨૪ ના રોજ યોજવામાં આવી હતી જેમાં મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી. એ.વાળા ના માર્ગદર્શન હેઠળ બાળકોએ શાનદાર પ્રદર્શન કરી કુલ ૧૨ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. ગ્રામ્ય કક્ષાએ સ્વીમીંગ પુલ ની સુવિધા ન હોવા છતા શાળાના આચાર્યશ્રી બી. એ.વાળા ના માર્ગદર્શન હેઠળ ચેકડેમમાં પ્રેક્ટિસ કરીને પણ શાનદાર પ્રદર્શન કરતા સમગ્ર શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.મેડલ મેળવનાર બાળકો આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે.

Related Posts