જિલ્લા કક્ષાના ખેલ મહાકુઁભની જુડો રમતમા શાનદાર પ્રદર્શન કરતા મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકો ખેલ મહાકુઁભની અલગ અલગ સ્પર્ધામા કુલ એક લાખ અઢાર હજારના ઇનામો જીત્યા
ખેલ મહાકુઁભમા જિલ્લા કક્ષાની જુડો રમત સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ભાવનગર ખાતે યોજાઇ હતી જેમા પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા અને કોચ નિલેશભાઇ બાઁભણીયાના માર્ગદર્શન હેઠળ બાળકોએ શાનદાર પ્રદર્શન કરતા અલગ અલગ વજન ગ્રુપમા ધ્રુવી ગોસ્વામી અને હિના ચૌહાણ તથા કેવલ બારૈયાએ પ્રથમ નઁબર મેળવ્યો હતો જ્યારે સાધના બારૈયા એ બીજો નઁબર અને સંજના વાઘેલા તથા માનસી વાઘેલાએ ત્રીજો નઁબર મેળવી શાનદાર પ્રદર્શન કરતા ટીમ મેનેજર કે.આર.ખસિયા અને જે.કે.વાઘેલા તેમજ શાળા પરિવારે અભિનઁદન પાઠવી આગામી સમયમા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવેલ છે. સમગ્ર શાળા પરિવારની સતત અને સખત મહેનતના પરિણામે મોટી પાણીયાળીના વિધાર્થીઓએ જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામા સૌથી વધુ મેડલ સાથે એકાશી હજાર અને જિલ્લા કક્ષાની અંડર ૧૪ ફુટબોલ બહેનોની સ્પર્ધામા પ્રથમ નઁબર સાથે ચોવીસ હજાર તેમજ જિલ્લા કક્ષાની જુડો રમત સ્પર્ધામા છ મેડલ સાથે તેર હજાર રુપિયાનુ ઇનામ જીતતા કુલ એક લાખ અઢાર હજાર રુપિયાના ઇનામ બાળકોના બેન્ક ખાતામા જમા થશે તેમજ પ્રથમ અને બીજો નઁબર મેળવનાર ખેલાડીઓ આગામી સમયમા રાજ્ય કક્ષાએ ભાગ લેવા જવાના હોવાથી સમગ્ર શાળા પરિવાર અને ગામમા આનંદની લાગણી ફેલાઇ છે તેમજ બાળકોમા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.
Recent Comments