અમરેલી

જિલ્લા કક્ષાના યુવક મહોત્સવમાં સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત. કે. કે. હાઈસ્કૂલ પ્રથમ

જિલ્લા કક્ષાનો યુવક મહોત્સવ અમરેલી મુકામે તા. ૦૩/૦૯/૨૦૨૩ ના રોજ દીપક હાઈસ્કૂલમાં યોજાયો હતો. જેમાં સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલની સમૂહગીતની કૃતિ પ્રથમ ક્રમાંકે આવી હતી. આ સમૂહગીતમાં રાસલીયા મોહમ્મદ મોસીન, શેઠ વૃષભ, મકવાણા અદિતિ, ડાભી ક્રિષ્ના, ગોસાઈ દિશા, મકવાણા સંજના અને જાદવ દિશાએ ભાગ લીધો હતો. કે. કે. હાઇસ્કૂલની આ સફળતામાં શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ ગુજરીયાના માર્ગદર્શને અને શાળાના શિક્ષકશ્રી જયંતીભાઈ ખડદીયાના આયોજને તેમજ સંગીત શિક્ષકશ્રી કંદર્પ ભટ્ટ અને યશ વાડદોરીયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Related Posts